Thursday, May 29, 2025
Google search engine
HomeNewsMumbaiચેન-મંગળસૂત્ર ખેંચવાના 50 કેસમાં સંડોવાયેલા ગુનેગારને પોલીસે આખરે પકડ્યો

ચેન-મંગળસૂત્ર ખેંચવાના 50 કેસમાં સંડોવાયેલા ગુનેગારને પોલીસે આખરે પકડ્યો

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાની પોલીસે આજે 24-વર્ષના એક ઈસમને ઝડપી લીધો હતો, જે સ્ત્રીઓનાં ગળામાંથી ચેન અને મંગળસૂત્ર ખેંચવાના 50થી વધારે કેસોમાં વોન્ટેડ હતો.

આરોપી ઈરાની ગેંગનો સભ્ય છે. તેને પકડવા માટે મીરા-ભાઈંદર-વસઈ-વિરાર (MBVV) તેમજ કલ્યાણ શહેરની પોલીસે સાથે મળીને કામગીરી બજાવી હતી. MBVV પોલીસે આરોપીને એક સીસીટીવી ફૂટેજમાં જોયો હતો અને તે આંબિવલી ઉપનગરમાં હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી પોલીસોએ એનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા આરોપી જંગલ જેવા એક વિસ્તારમાં છુપાઈ ગયો હતો, પરંતુ પોલીસોએ આખરે અને પકડી લીધો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular