Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiટેક્સી-રિક્ષા લઘુત્તમ ભાડું 3 રૂપિયા વધી ગયું

ટેક્સી-રિક્ષા લઘુત્તમ ભાડું 3 રૂપિયા વધી ગયું

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રીજન, એટલે કે મુંબઈ, થાણે, કલ્યાણ, મીરા-ભાયંદર, વસઈ-વિરાર ક્ષેત્રમાં ટેક્સી અને ઓટોરિક્ષા પ્રવાસ હવે મોંઘો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકોએ પણ ભાડા વધારાની કરેલી માગણી મંજૂર કરી દેવામાં આવી છે. હાલના ભાડા કરતાં પ્રતિ કિલોમીટર 3 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. નવા ભાડાનો અમલ આવતી ૧-માર્ચથી કરવામાં આવશે.

હવે મુંબઈમાં ટેક્સીનું લઘુત્તમ ભાડું 25 રૂપિયા થશે, જે હાલ 22 રૂપિયા છે જ્યારે ઓટોરિક્ષાનું ભાડું 21 રૂપિયા થશે, જે હાલ 18 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 97 રૂપિયા છે અને ડિઝલ પ્રતિ લીટર 88.06 રૂપિયા છે.

Mumbai: Auto, taxi fares hiked amid rise in price of petrol and diesel

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular