Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsMumbaiકોરોના વોરિયર્સને અનોખી સલામી...

કોરોના વોરિયર્સને અનોખી સલામી…

મુંબઇઃ મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે અને લંબાયેલો લોકડાઉન ૩મે પછી પણ ચાલુ રહેવાની શક્યતા છે ત્યારે રોટરી ક્લબ ઓફ વર્સોવા એવી એક સંસ્થા છે, જેણે રોટરી ક્લબ ઓફ બોમ્બેના સહયોગથી મુંબઈભરમાં પોલીસ તથા બીએમસીના કર્મચારીઓને આવશ્યક સામગ્રી પૂરી પાડવાનું બીડું ઉઠાવ્યું છે.

આ સંસ્થાએ ડોક્ટરોને ૨૫૦ જેટલી પીપીઈ કીટ પણ મોકલાવી છે. મજાની વાત તો એ છે કે રોટરી ક્લબ ઓફ વર્સોવાએ શહેરભરમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓને બદામ યુક્ત દૂધ પૂરું પાડવાની ઉમદા કામગીરી કરી છે. અત્યાર સુધી 700 લીટર બદામ યુક્ત દૂધ પોલીસ સ્ટેશનમાં અથવા તો ફરજના સ્થળે જઈને સ્વયંસેવકો દ્વારા પોલીસ કર્મચારીને આપવામાં આવ્યું છે.

એ સિવાય સંસ્થાના સ્વયંસેવકોએ પોલીસ, ડોક્ટર તથા બીએમસીના સ્ટાફમાં ૨૬૦૦ માસ્ક તથા ૪૦૦૦ બોટલ સેનેટાઈઝરનું પણ વિતરણ કર્યું છે.

૩ મે સુધી હજી એટલા જ પ્રમાણમાં આવશ્યક સામગ્રી વિતરણનું એમનું લક્ષ્ય છે. ઉપરાંત ગરીબ, બેઘર, શ્રમિક તથા મુંબઈમાં ફસાયેલા રોજિંદા કામદારોને વધુ 600000 પ્લેટ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા રોટરી ક્લબ ઓફ વર્સોવાએ કરી છે. અગાઉ જનતા કર્ફ્યુના દિવસે જ આ સંસ્થાનાં હોદ્દેદારો શશી છૈયા તથા કલ્પના જૈને અન્ય છ સભ્યો સાથે કોન્ફરન્સ કરીને જરૂરતમંદ માટે ભોજનની વ્યવસ્થા કરવાની ચર્ચા કરી હતી.

આ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા રેસ્ટોરન્ટ માલિક રાજેશ ચૌધરીએ મરોલ ખાતે સેફરોન હોસ્પિટાલિટીમાં તાત્કાલિક કિચન ધમધમતું કર્યું હતું. શરૂઆતમાં રોજ 6000 પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવતું હતું, જે આંકડો હવે 30000 પ્લેટે પહોંચ્યો છે.

(સમીર પાલેજા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular