Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiરણબીર-આલિયાનાં લગ્ન મુલતવી: સાવકા-ભાઈ રાહુલ ભટ્ટની જાહેરાત

રણબીર-આલિયાનાં લગ્ન મુલતવી: સાવકા-ભાઈ રાહુલ ભટ્ટની જાહેરાત

મુંબઈઃ બોલીવુડ કલાકારબેલડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નની તારીખો અંગે લાંબા સમયથી ગૂંચવણ અને ધારણાઓ વચ્ચે આલિયાનાં સાવકા ભાઈ રાહુલ ભટ્ટે હવે કહ્યું છે કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો હતા કે રણબીર-આલિયાનાં લગ્ન રણબીરનાં પૂર્વજોનાં નિવાસસ્થાન આર.કે. હાઉસમાં 14 એપ્રિલે યોજાશે અને લગ્નપૂર્વેની વિધિઓ-કાર્યક્રમો 12 એપ્રિલથી શરૂ થશે.

પરંતુ, આજતકને આપેલી મુલાકાતમાં ફિટનેસ ટ્રેનર રાહુલ ભટ્ટે કહ્યું કે રણબીર અને આલિયાએ એમનાં લગ્નની તારીખ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. લગ્નની તારીખ – 14 એપ્રિલ મિડિયામાં લીક થઈ જતાં રણબીર-આલિયા નારાજ થયાં છે અને લગ્ન મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. જોકે લગ્ન 20 એપ્રિલ પહેલાં ચોક્કસ યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular