Monday, July 14, 2025
Google search engine
HomeNewsMumbaiમહિલા કોન્સ્ટેબલે દુઃખી મહિલાને આત્મહત્યા કરતા રોકી

મહિલા કોન્સ્ટેબલે દુઃખી મહિલાને આત્મહત્યા કરતા રોકી

પાલઘરઃ મુંબઈની પડોશના પાલઘર રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર ગઈ કાલે રાતે એક દુઃખી મહિલા ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરવાના પ્રયાસમાં હતી, પરંતુ ત્યાં ફરજ બજાવતી અને સતર્ક એક મહિલા કોન્સ્ટેબલે તેને એમ કરતાં રોકી હતી.

(તસવીર સૌજ્યઃ Wikimedia Commons)

રાતના લગભગ 11.30 વાગ્યાના સુમારે 25-વર્ષની તે મહિલા પ્લેટફોર્મ પર દુઃખી હાલતમાં આંટા મારતી જોવા મળી હતી. એક લેડી રેલવે પોલીસ કોન્સ્ટેબલ એની પાસે ગઈ હતી અને સમજાવી હતી. બાદમાં તે મહિલાનાં સ્વજનોને ફોન કરીને પ્રશ્નને ઉકેલી દેવામાં આવ્યો હતો. તે મહિલાને એનાં પતિ સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો. મહિલા કોન્સ્ટેબલરની સતર્કતાએ અનિચ્છનીય બનાવ બનતો અટકાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular