Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentઉર્ફી જાવેદ સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી

ઉર્ફી જાવેદ સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈઃ અશ્લિલ પ્રકારના વસ્ત્રો પહેરીને જાહેરમાં ફરવા બદલ અભિનેત્રી ઉર્ફી જાવેદ સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાની અલગ ‘હટકે’ ફેશન સ્ટાઈલને કારણે ઉર્ફી વિવાદાસ્પદ બની છે. એની વ્યાપકપણે આકરી ટીકા પણ કરવામાં આવી છે. નિર્માત્રી ફરાહ ખાન, ચાહત ખન્ના, સુધાંશૂ પાંડે, ચેતન ભગત જેવી કેટલીક સેલિબ્રિટી વ્યક્તિઓએ પણ ઉર્ફીની ટીકા કરી છે. તે છતાં ઉર્ફી તેનાં અશ્લિલ વસ્ત્રોનું પ્રદર્શન કરતાં અટકી નથી.

અંધેરી પોલીસ સ્ટેશને ઉર્ફી સામે ફરિયાદ નોંધી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે ઉર્ફી સામે જાહેર સ્થળોએ તેમજ સોશ્યલ મીડિયા પર ગેરકાયદેસર અને અસભ્ય કૃત્ય કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ મુંબઈના વકીલ અલી કાશિફ ખાને નોંધાવી છે.

ઉર્ફી જાવેદ ટીવી સિરિયલોમાં નાનકડી ભૂમિકાઓમાં જોવા મળી છે. ‘બિગ બોસ ઓટીટી’ના માધ્યમથી તે જાણીતી થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular