Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiલોકલ ટ્રેનમાં અસ્થિર મગજના માણસે રૂમાલ સળગાવી સહ-પ્રવાસી પર ફેંક્યો

લોકલ ટ્રેનમાં અસ્થિર મગજના માણસે રૂમાલ સળગાવી સહ-પ્રવાસી પર ફેંક્યો

મુંબઈઃ શનિવારે રાતે લગભગ 10.45 વાગ્યે એક લોકલ ટ્રેન અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનથી કલ્યાણ તરફ જતી હતી ત્યારે એક અસ્થિર મગજના માણસે કોઈક જ્વલનશીલ પદાર્થ વડે એનો રૂમાલ સળગાવ્યો હતો અને બીજા પ્રવાસી પર તે ફેંક્યો હતો. પ્રસાદ વાડેકર નામના 35 વર્ષીય પ્રવાસી એને કારણે હાથમાં દાઝી ગયા હતા.

અસ્થિર મગજનો માણસ તરત જ બીજા સ્ટેશને ઉતરીને ભાગી ગયો હતો. વાડેકરને પરેલની કેઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 326 (ખતરનાક હથિયારો કે સાધનો વડે સ્વેચ્છાએ કોઈને ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular