Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsMumbaiફ્રીડમ-74 માટે સંસાધનો એકત્ર કરવા PHDCCI –BSE વચ્ચે સહયોગ

ફ્રીડમ-74 માટે સંસાધનો એકત્ર કરવા PHDCCI –BSE વચ્ચે સહયોગ

મુંબઈ તા. 1 જૂન, 2021: દેશમાં કોવિડ-19 મહામારીની સારવારમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સની ભારે અછતને કારણે દેશ ભરની હોસ્પિટલ્સ અને આરોગ્ય સુવિધાઓની કામગીરીને અસર થઈ છે. આવા સંજોગોમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (PHDCCI) અને BSEએ નવી દિલ્હીની તીરથરામ ચેરિટેબલ હોસ્પિટલ (TRSCH)માં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેનાં સંસાધનો એકત્ર કરવા હાથ મિલાવ્યા છે. TRSCH 200 બેડની હોસ્પિટલ છે, જેનું ઉદ્ઘાટન દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1955માં કર્યું હતું. આ શુભ કાર્યને મિશન ઓક્સિજન-TRSCH એચીવ્ઝ ફ્રીડમ-74 નામ આપવામાં આવ્યું છે. PHDCCI અને TRSCHવચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ જનરલ વોર્ડમાંના અને જેમને સારવાર લેવાનું પરવડતું નથી એવા દરદીઓને વિનામૂલ્ય ઓક્સિજનની સહાય પૂરી પાડવામાં આવશે.

TRSCHને કોવિડના બીજા મોંજા દરમિયાન  સારવાર માટે ઓક્સિજનની મોટા પ્રમાણમાં જરૂર પડી હતી. PHDCCIની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન વિજય ભૂષણે બીએસઈ, કોર્પોરેટ્સ અને વ્યક્તિઓને ઓક્સિજન માટે નાણાં એકત્ર કરવાની અપીલ કરી હતી. ટીઆરએસસીએચ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાના ઉમદા કાર્ય માટે હાથ મિલાવવા બદલ વિજય ભૂષણ અને બીએસઈને અભિનંદન એમ PHDCCIના પ્રેસિડેન્ટ સંજય અગરવાલે કહ્યું હતું. આ ઉમદા કાર્ય માટે સંસાધનો એકત્ર કરવાનો અમને આનંદ છે. BSE તેના બધા સભ્યોને યોગદાન આપવાની અપીલ કરે છે, જેથી આપણા સમાજ માટે આવશ્યક એવી સહાય પૂરી પાડી શકીએ, એમ BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular