Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં 35,000 લાપતા બાળકોનું એમના માતાપિતા સાથે પુનર્મિલન કરાયું

મહારાષ્ટ્રમાં 35,000 લાપતા બાળકોનું એમના માતાપિતા સાથે પુનર્મિલન કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2015ની સાલથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત 35,000થી 40,000 જેટલા લાપતા બાળકોનું એમનાં માતાપિતા સાથે પુનર્મિલન કરાવવામાં સફળ થયું છે.

ફડણવીસે વધુમાં કહ્યું કે, લાપતા બાળકોમાંથી અત્યાર સુધીમાં 76 ટકા જેટલાને શોધીને એમનાં માતાપિતાને સુપરત કરવામાં આવ્યા છે. સંસદે મહારાષ્ટ્રની આ સફળતાને બિરદાવી છે. લાપતા થયેલા બાળકોને શોધી, બચાવી, પુનર્વસન કરાવવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 2015માં ‘ઓપરેશન મુસ્કાન’ અથવા ‘ઓપરેશન સ્માઈલ’ શરૂ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular