Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbai'મ્યુઝિક ઈઝ માય લાઈફ': લાલુભાઈના જન્મદિન નિમિત્તે સંગીતનો મનમોહક કાર્યક્રમ

‘મ્યુઝિક ઈઝ માય લાઈફ’: લાલુભાઈના જન્મદિન નિમિત્તે સંગીતનો મનમોહક કાર્યક્રમ

મુંબઈઃ મંગલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તેના અગ્રણી લાલુભાઈની 70મી વર્ષગાંઠની ઉજવણી રૂપે એક ભવ્ય સંગીત કાર્યક્રમનું આવતી 17 ઓક્ટોબરે આયોજન કરવામાં આવ્યું છે. લાલુભાઈનો સંગીતપ્રેમ ખૂબ જાણીતો  છે અને તેથી જ એમના જન્મદિવસના અવસરે ‘મ્યુઝિક ઈઝ માય લાઈફ’ શિર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય છે રાતે 8.30 વાગ્યે.

આ કાર્યક્રમમાં આ નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહેશેઃ આણંદજીભાઈ, જોની લીવર, મંગલ પ્રભાત લોઢા, જે.ડી., સતિષ શાહ અને મનોજ જોશી.

કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સંગીતકારોના સૂર-તાલ પર પરફોર્મ કરશે આ જાણીતાં ગાયકોઃ વિનય રાજ, આલોક કાટદરે, ગુલ સક્સેનના. કાર્યક્રમનું સંચાલન કરશે ડો. તુષાર શાહ.

આ કાર્યક્રમ યૂટ્યૂબ ચેનલ @YOURSLALUBHAI પર લાઈવ નિહાળી શકશો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular