Sunday, August 3, 2025
Google search engine
HomeNewsMumbai17 મેથી પાંચ દિવસ માટે 10% પાણીકાપ

17 મેથી પાંચ દિવસ માટે 10% પાણીકાપ

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) તરફથી જણાવવામાં આવ્યું છે કે પડોશના થાણે જિલ્લામાં પિસે ડેમ સ્થળે તાકીદનું સમારકામ હાથ ધરવાનું હોવાથી મુંબઈવાસીઓએ 17 મેથી 21 મે સુધી પાંચ દિવસ માટે 10 ટકા પાણીકાપ સહન કરવો પડશે.

એક નિવેદનમાં બીએમસી તરફથી જણાવવામાં આવ્યું છે કે ડેમ સાથે જોડાયેલા ન્યૂમેટિક વાલ્વમાં રીપેરિંગ કામ હાથ ધરવાનું હોવાથી મુંબઈમાં પાણી પુરવઠો ધીમો રહેશે. શહેરના ઘણા શહેરોમાં લોકોને ઓછા પ્રેશર સાથે પાણી સપ્લાય મળશે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાણી સંભાળીને વાપરે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular