Friday, May 23, 2025
Google search engine
HomeNewsMumbaiતાલીમાર્થી એર હોસ્ટેસની હત્યા કરનારાએ પોલીસ કોટડીમાં આત્મહત્યા કરી

તાલીમાર્થી એર હોસ્ટેસની હત્યા કરનારાએ પોલીસ કોટડીમાં આત્મહત્યા કરી

મુંબઈઃ અહીંના પવઈ વિસ્તારમાં રૂપલ ઓગ્રે નામની 24 વર્ષની એક તાલીમાર્થી એર હોસ્ટેસની હત્યા કરનાર આરોપી વિક્રમ અટવાલ (35)એ પોલીસ કોટડીમાં આત્મહત્યા કરી છે. આજે સવારે લગભગ સાડા છ વાગ્યાના સુમારે એણે પોતાના પેન્ટની મદદથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

(ફાઈલ તસવીર)

વિક્રમ અંધેરી (પૂર્વ)ના મરોલ વિસ્તારની એન.જી. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હાઉસ કીપિંગનું કામ કરતો હતો. મૃતક રૂપલ એની બહેનનાં ઘરમાં રહેતી હતી. આરોપી એમને ત્યાં પણ કામ કરતો હતો. પરંતુ, એ દરમિયાન એને રૂપલ સાથે અનેક મુદ્દે સતત ઝઘડો થતો હતો. એને કારણે ગુસ્સામાં આવીને વિક્રમે ગળું ચીરીને રૂપલનું ખૂન કરી નાખ્યું હતું. એ દિવસે રૂપલની બહેન એનાં બોયફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા ગઈ હતી. ખૂન કર્યા બાદ વિક્રમે લોહીથી ખરડાયેલા પોતાના કપડાં અને ખૂન કરવા માટે વાપરેલો છરો સોસાયટી નજીકના ઝાડીઝાંખરામાં ફેંકી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો.

રૂપલ મૂળ છત્તીસગઢની રહેવાસી હતી. તે એર ઈન્ડિયામાં તાલીમ લેવા માટે મુંબઈ આવી હતી. વિક્રમ પરણેલો હતો અને એને બે દીકરી છે. એણે રૂપલનું ખૂન કયા કારણસર કર્યું હતું એની પોલીસ તપાસ કરતી હતી, પરંતુ હવે વિક્રમે આત્મહત્યા કરતાં રૂપલની હત્યાના ખરા કારણનું રહસ્ય વધારે ઘેરું બન્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular