Monday, July 14, 2025
Google search engine
HomeNewsMumbai'મંત્રાલય' બિલ્ડિંગને ફૂંકી મારવાની પોકળ ધમકી મળી

‘મંત્રાલય’ બિલ્ડિંગને ફૂંકી મારવાની પોકળ ધમકી મળી

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર સરકારની પ્રશાસકીય ઈમારત ‘મંત્રાલય‘માં બોમ્બ મૂકવામાં આવ્યો છે એવો આજે બપોરે એક નનામો ફોન આવ્યા બાદ પોલીસને દોડધામ થઈ ગઈ હતી. જોકે તપાસ કર્યા બાદ બોમ્બ જેવી કોઈ ચીજ મળી નહોતી અને ધમકી પોકળ હોવાનું માલૂમ પડ્યું હતું.

નનામો ફોન મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ વિભાગને આવ્યો હતો. તરત જ બોમ્બ ડીટેક્શન સ્ક્વોડ અને ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વ્યાપક ખોજ આદરી હતી. પરંતુ ધમકી પોકળ હોવાનું માલૂમ પડ્યું હતું. આ કોલનું મૂળ જાણવા માટેની તપાસ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular