Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiઅઢી વર્ષમાં મુંબઈના રસ્તા ખાડા-મુક્ત થઈ જશેઃ CM શિંદે

અઢી વર્ષમાં મુંબઈના રસ્તા ખાડા-મુક્ત થઈ જશેઃ CM શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે મુંબઈ શહેરના રસ્તાઓ આવતા અઢી વર્ષમાં ખાડાઓથી મુક્ત થઈ જશે.

અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં શિંદેએ એમના જૂથની હરીફ અને અગાઉની શિવસેના (યૂબીટી) પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે, જો અગાઉ શહેરના રસ્તાઓના સીમેન્ટકરણનું કામકાજ પૂરું કરવામાં આવ્યું હોત તો અકસ્માતોને કારણે લોકોના જીવ ગુમાયા ન હોત. આવતા અઢી વર્ષમાં શહેરના તમામ રસ્તા સીમેન્ટ કોંક્રીટના બનાવી દેવામાં આવશે અને એ સાથે જ મુંબઈ ખાડા-મુક્ત થઈ જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular