Friday, August 15, 2025
Google search engine
HomeNewsMumbaiઘાટકોપરમાં દારૂડિયા કાર-ડ્રાઈવરે 8ને ટક્કર મારી, બેની હાલત ગંભીર

ઘાટકોપરમાં દારૂડિયા કાર-ડ્રાઈવરે 8ને ટક્કર મારી, બેની હાલત ગંભીર

મુંબઈઃ અહીંના ઘાટકોપર ઉપનગરમાં આજે દારૂના નશામાં ચૂર થયેલા એક ડ્રાઈવરે તેની કારને બેફામ સ્પીડમાં ભગાવીને આઠ જણને કચડી નાખ્યાની ચોંકાવનારી ઘટના બની છે. ઈજાગ્રસ્તોમાંના બે જણની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ડ્રાઈવરને પકડી લીધો છે અને કસ્ટડીમાં પૂરી દીધો છે.

(Image courtesy: Wikimedia Commons)

જખ્મી થયેલા આઠ જણમાં અમુક વિદ્યાર્થીઓ પણ છે. આ અકસ્માત આજે બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ સુધા પાર્ક પરિસરમાં થયો હતો. દારૂડિયા કાર ડ્રાઈવરે ત્રણ ઓટોરિક્ષા, એક ટેમ્પો અને બે મોટરસાઈકલને ટક્કર મારી હતી. ડ્રાઈવરનું નામ રાજુ યાદવ હોવાનું કહેવાય છે. એ ઘાટકોપરનો જ રહેવાસી હોવાની પણ માહિતી છે. આ અકસ્માતને કારણે ઘાટકોપરમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષ ફેલાયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular