Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiરાતે 9થી સવારે 6 સુધી લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા વધારાશે

રાતે 9થી સવારે 6 સુધી લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા વધારાશે

મુંબઈઃ મહિલા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા શહેરની ઉપનગરીય ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ્સ પર રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી ગણવેશધારી જવાનોને તહેનાત કરવામાં આવનાર છે. આ માટે 1,200થી વધારે જવાનોને ફરજ પર મૂકવામાં આવશે.

ટ્રેનોમાં અને પ્લેટફોર્મ્સ પર મહિલા પ્રવાસીઓની જાતીય સતામણીના બનાવો વધી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને એવા બે બનાવ બન્યા હતા. રેલવે પોલીસે જોકે બંને બનાવના આરોપીઓને પકડી લીધા છે. મહિલાઓને રાતના સમયે તેમજ વહેલી સવારના સમયે વધારે સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે વધારે જવાનોને તહેનાત કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular