Saturday, May 24, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં કોરોનાને કારણે આ વર્ષે 'લાલબાગચા રાજા' ગણેશોત્સવ રદ

મુંબઈમાં કોરોનાને કારણે આ વર્ષે ‘લાલબાગચા રાજા’ ગણેશોત્સવ રદ

મુંબઈ: ડિસેમ્બર, 2019થી વિશ્વભરને હચમચાવી રહેલા કોરોના વાયરસ રોગચાળાનો ઓછાયો હવે ભારતની ધાર્મિક પરંપરા અને સામાજિક ધરોહર પર પણ વર્તાઈ રહ્યો છે. દોઢ સદીમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રા ન નીકળી, પુરીની રથયાત્રામાં ધરખમ ફેરફારો કરાયા અને હવે કોરોનાની અસર ઓગષ્ટમાં યોજાનારા ગણેશ મહોત્સવ પર પણ પડી રહી છે.

22મી ઓગષ્ટથી શરૂ થનારા ગણેશોત્સવ એક મહત્વના સમાચાર આવ્યા છે. મુંબઈની શાન ગણાતા ‘લાલબાગચા રાજા’ની સવારી આ વર્ષે નહીં નીકળે. મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારસ્થિત સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ‘લાલ બાગચા રાજા’એ આ વર્ષે કોરોના મહામારીને કારણે ગણેશ મહોત્સવ ન યોજવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નાની મૂર્તિ રાખીને પરંપરા જાળવવાની જાહેરાત કરી હતી પરંતુ, હવે આ સમગ્ર આયોજન રદ્દ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 86 વર્ષમાં આ પ્રથમ વખત ‘લાલબાગચા રાજા’ ગણપતિના દર્શન કરવા નહીં મળે.

આ વર્ષે ગણેશોત્સવને બદલે ‘લાલબાગચા રાજા’ આયોજન મંડળ દાદરમાં અને અંધેરી ઉપનગરોમાં રક્તદાન શિબિરનું આયોજન કરશે. તે ઉપરાંત કોરોના સામે લડવા માટે અગાઉ સંક્રમિત થયેલા કોરોના દર્દીઓની સહાય લઈને પ્લાઝમા થેરાપી શિબિરનું પણ આયોજન થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular