Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં રેસ દરમિયાન ફોર્મ્યુલા-1 કાર સળગી ઉઠી

મુંબઈમાં રેસ દરમિયાન ફોર્મ્યુલા-1 કાર સળગી ઉઠી

મુંબઈઃ અહીં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં આજે સવારે ‘ઓરેકલ રેડ બૂલ રેસિંગ’ ઈવેન્ટ દરમિયાન ફોર્મ્યુલા-1ની એક કારમાં આગ લાગી હતી. આ ઘટના અરબી સમુદ્રકાંઠા પરના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં બની હતી. ત્યાં કાર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાણકારી મળતાં રેસ્ક્યૂ ટીમ તરત જ ત્યાં દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નથી. ભારતમાં ઓરેકલ રેડ બૂલ રેસિંગ ઈવેન્ટ આઠ વર્ષના સમયગાળા બાદ ફરી યોજવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular