Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbai81-કરોડની જીએસટી છેતરપીંડીઃ ખાનગી કંપનીના ડાયરેક્ટરની ધરપકડ

81-કરોડની જીએસટી છેતરપીંડીઃ ખાનગી કંપનીના ડાયરેક્ટરની ધરપકડ

મુંબઈઃ રૂ. 479 કરોડના બોગસ ઈન્વોઈસીસનો ઉપયોગ કરીને રૂ. 81 કરોડના અસ્વીકાર્ય અને નકલી ઈન્પૂટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો લાભ ઉઠાવવા અને તેને પાસ કરાવવા બદલ સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સીજીએસટી) મુંબઈ ઝોનના અધિકારીઓએ મેસર્સ ફેન્ટેસિયા ટ્રેડ પ્રા.લિ. કંપનીના એક ડાયરેક્ટરની ધરપકડ કરી છે.

ડેટા એનાલિટીક્સ ટૂલ્સના ઉપયોગથી વિકસીત ગુપ્ત કાર્યવાહીના આધારે પગલું ભરીને તપાસનીશ અધિકારીઓએ ઉક્ત કંપનીની ઓફિસો તથા અન્ય લોકેશન્સ પર તથા તેના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડ્યા હતા. એને પગલે અમુક વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા હતા. તેને પગલે ફેન્ટેસિયા ટ્રેડ કંપનીના ડાયરેક્ટર સામે રૂ. 81 કરોડના અયોગ્ય આઈટીસીનો ઉપયોગ કરવાનો બિન-જામીનપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો અને એમની ધરપકડ કરવામાં આવી હતી. એમને એક સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં જજે એને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો હૂકમ કર્યો હતો. નકલી આઈટીસી નેટવર્ક્સના દૂષણને નાબૂદ કરવા માટે સીજીએસટી-મુંબઈ ઝોને કામગીરી હાથ ધરી છે. આ પ્રકારના ગુના દેશની તંદુરસ્ત આર્થિક ઈકોસિસ્ટમને બગાડે છે અને સરકારી તિજોરી સાથે છેતરપીંડી કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular