Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiઅજય દેવગને ધારાવીની હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર્સ પૂરા પાડ્યા

અજય દેવગને ધારાવીની હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર્સ પૂરા પાડ્યા

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અજય દેવગને ધારાવી વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી 200-પલંગની કામચલાઉ ફિલ્ડ હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડર્સ અને બે પોર્ટેબલ વેન્ટિલેટર્સનું દાન કર્યું છે.

ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર એશિયા ખંડમાં સૌથી મોટો ગણાય છે. અહીં 2.5 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં 6.5 લાખ લોકો વસે છે. આ વિસ્તારમાં કોરોના વાઈરસના 1,500થી વધારે કેસો નોંધાયા છે.

સૂત્રના દાવા મુજબ, અજય દેવગને ધારાવીમાં કોરોના દર્દીઓની સારવાર માટે કામચલાઉ હોસ્પિટલ બનાવવા માટે પોતાના ફિલ્મ પ્રોડક્શન હાઉસ (અજય દેવગન ફિલ્મ્સ ફાઉન્ડેશન) મારફત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને મદદ કરી છે.

થોડાક દિવસો પહેલાં દેવગને જાહેરાત કરી હતી કે તે ધારાવીમાં 700 પરિવારોને રેશનિંગની ચીજવસ્તુઓ તથા હાઈજિન કિટ્સ પૂરી પાડીને મદદ કરી રહ્યો છે.

મુંબઈમાં, કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવા માટે ધારાવી વિસ્તાર કેન્દ્રબિંદુ બન્યો છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીં બીમારીને ફેલાતી રોકવા અને દર્દીઓની સારવાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. ઘણા નાગરિકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ બીએમસીને મદદ કરે છે.

તાન્હાજી ફિલ્મના અભિનેતા અજય દેવગને મિશન ધારાવી યોજના અંતર્ગત આ યોગદાન આપ્યું છે.

દેવગને કોરોના-લોકડાઉનના સંદર્ભમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દૈનિક રોજગાર પર નભતા લોકોને મદદરૂપ થવા માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ સંસ્થાને રૂ. 51 લાખની રકમનું દાન આપ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular