Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiમધ્ય-રેલવે વિભાગ પર એસી-લોકલ ટ્રેનોની 80-ફેરી વધારાશે

મધ્ય-રેલવે વિભાગ પર એસી-લોકલ ટ્રેનોની 80-ફેરી વધારાશે

મુંબઈઃ મધ્ય રેલવે વિભાગ પર પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ પૂરું થતાં તેની પર એરકન્ડિશન્ડ ટ્રેનોની 80 જેટલી ફેરીઓ વધારવામાં આવશે. મધ્ય રેલવે વિભાગ પર તો બધી જ લોકલ ટ્રેનોને એસી લોકલ કરવાની વિચારણા ચાલી રહી છે.

એવા અહેવાલ છે કે થાણે અને દિવા સ્ટેશનો વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ પૂરું થયા બાદ આવતા ફેબ્રુઆરીથી હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનો પર સેવામાં મૂકેલી તમામ એસી લોકલ ટ્રેનોને રેલવે તંત્ર મેઈન લાઈન પર શિફ્ટ કરશે. આનું કારણ એ છે કે હાર્બર અને ટ્રાન્સહાર્બર વિભાગો પર એસી લોકલ ટ્રેનોને પ્રવાસીઓ તરફથી મોળો પ્રતિસાદ મળ્યો છે. રોજની સરેરાશ 45-60 ટિકિટો વેચાય છે. જ્યારે મેઈન લાઈન પર 150 ટિકિટો વેચાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular