Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiમલાડના દરિયામાં પાંચ છોકરા ડૂબ્યા: બેને બચાવી લેવાયા, ત્રણ લાપતા

મલાડના દરિયામાં પાંચ છોકરા ડૂબ્યા: બેને બચાવી લેવાયા, ત્રણ લાપતા

મુંબઈ: અહીં મલાડ (વેસ્ટ)માં આજે સવારે બનેલા એક દુઃખદ બનાવમાં, ૧૨-૧૬ વર્ષની વચ્ચેની ઉંમરના પાંચ છોકરા માર્વે ખાડીમાં ડૂબી ગયા હતા.

આની જાણ કરાતા કેટલાક સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા. તેઓ બે છોકરાઓને બચાવવામાં સફળ રહ્યા છે. અન્ય ત્રણ છોકરાની શોધ બપોરે પણ ચાલુ હતી.

બચાવી લેવાયેલા છોકરાઓનું નામ છે: કૃષ્ણ જિતેન્દ્ર હરિજન (૧૬ વર્ષ) અને અંકુશ ભરત શિવાળે (૧૩ વર્ષ). લાપતા છોકરાઓના નામ છે: શુભમ રાજકુમાર જયસ્વાલ (૧૨), નિખિલ સાજી કાયામપૂર (૧૩) અને અજય જિતેન્દ્ર હરિજન (૧૨).

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular