Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsMumbaiહાઉસિંગ સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડીઃ 4ની-ધરપકડ

હાઉસિંગ સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડીઃ 4ની-ધરપકડ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં એક પૉશ હાઉસિંગ સોસાયટીમાં ગઈ 30 મેએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં કરાયેલી છેતરપિંડીના સંબંધમાં પોલીસે ચાર જણની ધરપકડ કરી છે અને એક જણને પૂછપરછ માટે અટકમાં લીધો છે. આ ચોંકાવનારી ઘટના હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટી સાથે બની છે.

સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડી કરવા બદલ પોલીસે કૌભાંડના સૂત્રધાર મહેન્દ્રપ્રતાપ સિંહ (39) તથા અન્ય 3 જણની ધરપકડ કરી છે. બીજા 3 છેઃ સંજય ગુપ્તા (29), નીતિન મોડે (32) અને લલિત ઉર્ફે ચંદનસિંહ (3). પાંચમો આરોપી છે કરીમ અકબર અલી (21). કરીમ મધ્ય પ્રદેશનો છે અને તેને મુંબઈ લવાયો છે. આ કૌભાંડમાં હજી બીજા લોકો પણ સામેલ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં તે કોરોના-રસી ઝુંબેશ કાર્યક્રમ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર હાથ ધરવામાં આવ્યો હતો. આરોપીઓએ હોસ્પિટલના Ids ચોર્યા હતા. રહેવાસીઓએ રાજેશ પાંડે નામના એક જણનો સંપર્ક કર્યો હતો, જે અંધેરી (પશ્ચિમ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલનો કર્મચારી છે. પાંડેએ તેમને એક વચેટિયાનો નંબર આપ્યો હતો. પાંડેએ એ દરમિયાન સૂત્રધાર મહેન્દ્રસિંહનો સંપર્ક કર્યો હતો, જેણે અન્યો સાથે મળીને હિરાનંદાની હેરિટેજમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી.

મહેન્દ્રસિંહ એક મેડિકલ સંસ્થા સાથે એક ક્લાર્ક તરીકે 17 વર્ષથી કામ કરે છે. તે એસએસસી ફેલ હતો અને ઘણી હોસ્પિટલો તથા ડોક્ટરોના સંપર્કમાં હતો. હિરાનંદાની સોસાયટીમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવા તેણે એક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પોલીસે હજી એ ડોક્ટરને પકડ્યો નથી. મહેન્દ્રસિંહે સોસાયટીના રહેવાસીઓને રસી આપવા ચારકોપ વિસ્તારની એક ટ્રેનિંગ સંસ્થામાંથી નર્સિંગ વિદ્યાર્થીઓને પૈસા આપીને લઈ આવ્યો હતો. એ વખતે કોઈ માન્યતાપ્રાપ્ત ડોક્ટર હાજર નહોતો. આમ, સોસાયટીએ બીએમસીની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હતું. રસીની શીશીઓ કોઈ સત્તાવાર કેન્દ્રમાંથી લાવવામાં આવી નહોતી. આરોપીઓએ ગેરકાયદેસર રીતે કોવિન એપમાં હોસ્પિટલના ઓળખપત્રોનો ઉપયોગ કર્યો હતો. રહેવાસીઓને કોવિન પોર્ટલ પરથી જે સર્ટિફિકેટ મળ્યા હતા એમાં લાભાર્થીઓના નામ સાચા હતા, પણ સમય, સ્થળ અને હોસ્પિટલનું નામ – એ બધું ખોટું હતું. તેથી રહેવાસીઓને છેતરાઈ ગયાની શંકા ગઈ હતી. આ જ ટોળકીએ જુદી જુદી 9 જગ્યાએ નકલી રસીકરણ શિબિરો યોજી હતી. પોલીસ હવે બધી તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular