Monday, May 26, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર-એસએસસી પરીક્ષાનું 96.94%-પરિણામ: 122 વિદ્યાર્થીએ 100% મેળવ્યા

મહારાષ્ટ્ર-એસએસસી પરીક્ષાનું 96.94%-પરિણામ: 122 વિદ્યાર્થીએ 100% મેળવ્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંસ્થા(MSBSHSE) દ્વારા ગયા માર્ચ-એપ્રિલમાં લેવામાં આવેલી ધોરણ 10 (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 96.94 ટકા વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. આ વખતે પણ કોંકણ વિભાગના વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે અને રાજ્યના તમામ સાત વિભાગોમાં કોંકણ વિભાગે 99.27 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.

સમગ્ર રાજ્યમાં 122 વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. આમાં મુંબઈનો માત્ર એક જ વિદ્યાર્થી છે. લાતૂર વિભાગના 70 વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક મેળવ્યા છે. જ્યારે ઔરંગાબાદના 18, કોલ્હાપુરના 18, અમરાવતીના 8, પુણેના પાંચ, કોકણ અને નાશિકના એક-એક વિદ્યાર્થીને 100 ટકા માર્ક મળ્યા છે. છોકરીઓની પાસ ટકાવારી 97.86 ટકા છે જ્યારે છોકરાઓની ટકાવારી 96.06% છે.

વિભાગીય ટકાવારી આ પ્રમાણે રહીઃ

સિંધુદુર્ગ (કોંકણ) – 99.27 ટકા

કોલ્હાપુર – 98.50 ટકા

લાતૂર – 97.27 ટકા

નાગપુર – 97 ટકા

પુણે – 96.96 ટકા

મુંબઈ- 96.94 ટકા

ઔરંગાબાદ – 96.33 ટકા

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular