Wednesday, December 17, 2025
Google search engine
HomeNewsMumbaiમહિલાઓની સલામતી માટેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તુત

મહિલાઓની સલામતી માટેનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તુત

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે શક્તિ બિલ નામનો એક ખરડો આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યો છે. આ ખરડો મહારાષ્ટ્ર રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર હિંસા અને અત્યાચારની ઘટનાઓને રોકવા માટેનો છે. આ ખરડો આજે રાજ્ય વિધાનસભાના બે-દિવસના સત્રના પહેલા દિવસે રજૂ કરાયો છે.

આ સૂચિત કાયદા અંતર્ગત મહિલાઓ અને બાળકો પર હિંસા, બળાત્કાર, એસિડ હુમલા, તથા અન્ય અત્યાચારની ઘટનાઓને લગતા કેસની સમગ્ર કાર્યવાહી 21 દિવસમાં જ પૂરી કરવાની જોગવાઈ છે. સાથોસાથ ગુનેગારને મોતની સજા સહિત ઘણી કડક સજાની પણ જોગવાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular