Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં SSC, HSC બોર્ડ પરીક્ષા મોકૂફ

મહારાષ્ટ્રમાં SSC, HSC બોર્ડ પરીક્ષા મોકૂફ

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 10મા અને 12મા ધોરણ (એસએસસી અને એચએસસી)ની લેવામાં આવતી પરીક્ષાને મોકૂફ રાખી છે. સરકારના આ નિર્ણયથી માતા-પિતા/વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા થોડેઘણે અંશે ઓછી થઈ ગઈ છે.

રાજ્યનાં શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જાહેરાત કરી છે કે 12મા ધોરણની પરીક્ષા મે મહિનાના અંત સુધીમાં યોજાશે જ્યારે 10મા ધોરણની પરીક્ષા જૂનમાં લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular