Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiલોકલ ટ્રેન પર પથ્થર ફેંકાતા પ્રવાસીને ઈજા

લોકલ ટ્રેન પર પથ્થર ફેંકાતા પ્રવાસીને ઈજા

મુંબઈઃ મધ્ય રેલવેની એક લોકલ ટ્રેન પડોશના થાણે અને મુંબ્રા સ્ટેશનો વચ્ચે સફરમાં હતી ત્યારે પથ્થર ફેંકવામાં આવતા એક પ્રવાસીને ઈજા થઈ છે. આ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. એ પથ્થર પ્રવાસીના નાક પર વાગ્યો હતો. એ લોહીલુહાણ થઈ ગયો હતો. એને બાદમાં ગવર્મેન્ટ રેલવે પોલીસ જવાનો દ્વારા સારવાર આપવામાં આવી હતી. તે પ્રવાસી ડોંબિવલી સ્લો ટ્રેન દ્વારા ભાંડુપથી કલવા જતો હતો ત્યારે એક પથ્થર જોરથી એના નાક પર વાગ્યો હતો.

(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)

ઈજાગ્રસ્ત પ્રવાસીએ ગવર્મેન્ટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular