Thursday, July 17, 2025
Google search engine
HomeNewsMumbaiવેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવા 'લેવલ નેક્સ્ટ' પ્રોજેક્ટ

વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવા ‘લેવલ નેક્સ્ટ’ પ્રોજેક્ટ

મુંબઈઃ ભારતમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ ‘લેવલ નેક્સ્ટ’ નામે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેની બેઠકનું રવિવારે પાંચમી ડિસેમ્બરે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે.

‘લેવલ નેક્સ્ટ’ના નિવેદનમાં જણાવાયા મુજબ દેશના યુવાનોને તથા મહિલાઓને વેપાર સાહસિક (આન્ત્રપ્રેન્યોર) અને પહેલેથી વેપાર કરનારાઓને મોટા વેપારી બનાવવાના લક્ષ્ય સાથે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.

બિનસરકારી ધોરણે શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે જૈન ઇન્ટરનૅશનલ ઓર્ગેનાઇઝેશન સહકાર આપી રહ્યું છે. તેના વિશે માહિતી આપવા માટે મુંબઈ તથા મહારાષ્ટ્રનાં તમામ વેપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનો તથા જ્ઞાતિઓનાં સંગઠનોની બેઠક પાંચમી ડિસેમ્બરે મુંબઈની લાલા લાજપતરાય કૉલેજમાં સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી રાખવામાં આવી છે.

યાદીમાં જણાવાયા મુજબ કોરોના રોગચાળાને અનુલક્ષીને બેઠકમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી સંસ્થાઓના પ્રમુખો તથા ડિરેક્ટરોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ એક સંપૂર્ણપણે નિઃશુલ્ક અભ્યાસક્રમ પણ હાથ ધરવામાં આવશે.

દેશમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન મળે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા તથા ગુરુ નયપદ્મસાગર મહારાજ અને સાધ્વી મયનાશ્રીના આશીર્વાદથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનામાં કોઈ પણ જ્ઞાતિબાધ નથી. વેપારીઓ તથા વેપાર સાહસિક બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે. આઇઆઇએમ અમદાવાદે પણ તેમાં સહકાર આપ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular