Saturday, July 12, 2025
Google search engine
HomeNewsMumbaiકાયદાકીય શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છેઃ જસ્ટિસ કાથાવાલા

કાયદાકીય શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છેઃ જસ્ટિસ કાથાવાલા

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત શ્રી જયંતીલાલ એચ. પટેલ લૉ કોલેજ આગામી વરસે એક દાયકો પૂરા કરશે, આ દાયકામાં તેણે અનેક વિદ્યાર્થીઓને ઉત્તમ કાયદાકીય શિક્ષણ આપ્યું છે. આ વર્ષે કોલેજે પોતાનો નવમો રાષ્ટ્રીય લીગલ (કાયદાકીય) કાર્યક્રમ “અસ્ટ્રેયા” (નેશનલ લીગલ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન) તા, ૧૮ તથા ૧૯ મી માર્ચ 2023ના રોજ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ વિશેષ તરીકે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ (ન્યાયાધીશ) એસ.જે. કાથાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

(ડાબેથી જમણે) કેઈએસ શ્રી જયંતિલાલ એચ. પટેલ લૉ કોલેજનાં I/C પ્રિન્સિપાલ વિરલ દવે, કેઈએસના માનદ્દ જોઈન્ટ સેક્રેટરી રજનીકાંત ઘેલાણી, મુંબઈ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શાહરૂખ કાથાવાલા, કેઈએસના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ શાહ અને કેઈએસના ખજાનચી નવીન સંપટ

કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મંડળ વતી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહ, જોઈન્ટ સેક્રેટરી રજનીકાંત ઘેલાણી, હોનરરી ટ્રેઝરર અને નવીનભાઈ સંપટ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહેશ શાહે એમના આવકાર પ્રવચનમાં સર્વ વિધાર્થી અને કાનૂન વિષય સાથે સંકળાયેલા શ્રોતાઓને કોલેજની પ્રગતિ વિષે જણાવવા સાથે દસ વર્ષની કામગીરીનો પરિચય આપ્યો હતો. એમણે જસ્ટિસ એસ.જે. કાથાવાલાના કાર્યો અને વિરલ વ્યક્તિત્વનો પણ પરિચય આપ્યો હતો.

જસ્ટિસ કાથાવાલાએ પોતે વકીલાતથી શરૂઆત કરીને જજ (ન્યાયાધીશ) બન્યા ત્યાં સુધીની સફરના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. વકીલ અને ન્યાયાધીશની બંને ભૂમિકાઓ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સમક્ષ એમણે પ્રેરણાદાયક વાતો કરી હતી. તેમણે કહ્યું કે, કાયદાકીય શિક્ષણ વ્યક્તિના ચરિત્રને જવાબદાર નાગરિક બનાવે છે.

વિવિધ શહેરોના વિધાર્થીઓએ ભાગ લીધો

આ બે દિવસીય કાર્યક્રમમાં કોલેજે “મુટ કોર્ટ સ્પર્ધા”, (મુટ કોર્ટ એટલે જેમાં કોર્ટમાં દલીલો થાય તેમ વિધાર્થીઓ કોઈ કાલ્પનિક કેસમાં દલીલો કરે) અસીલો સાથે ચર્ચા વિચારણા, PIL (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન-જાહેર હિતની અરજી)નું ડ્રાફટિંગ (PILની રૂપરેખા બનાવવી), કાયદાનું મહત્ત્વ લેખ સ્પર્ધા આયોજિત કરી હતી. આ સ્પર્ધાઓમાં ન્યાયક્ષેત્રના નિષ્ણાતો, જેવા કે એડવોકેટ શૈલેષ કંથારિયા, સીનિયર એડવોકેટ રાજશેખર ગોવિલકર, એડવોકેટ મિહિર ગોવિલકર, એડવોકેટ અનઘા નિબાંકરે નિર્ણાયક તરીકે યોગદાન આપ્યું હતું. કોલેજના આ ઉત્સવમાં ચેન્નઈ, લખનઉ, ઔરંગાબાદ, વડોદરાથી અનેક પ્રતિસ્પર્ધીઓ સહભાગી થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular