Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiકોરિયાની સ્પર્ધામાં ભારતીય કેલિગ્રાફર્સ સમ્માનિત

કોરિયાની સ્પર્ધામાં ભારતીય કેલિગ્રાફર્સ સમ્માનિત

મુંબઈઃ કોરિયામાં તાજેતરમાં યોજાઈ ગયેલી 18મી ‘ચિઓન્ગજુ જિકજી’ ઈન્ટરનેશનલ કેલિગ્રાફી બિનાલે (સ્પર્ધા)માં ભારતીય કેલિગ્રાફી (સુલેખન કળા)નું સમ્માન કરાયું છે. કોરિયન આર્ટ મ્યૂઝિયમ ખાતે ગયા મહિને યોજાઈ ગયેલી આ સ્પર્ધામાં ભારતીય સુલેખનકારો – અચ્યુત પાલવ, નારાયણ ભટ્ટાથિરી, અક્ષય ઠોંબરે, રૂપાલી ઠોંબરે અને શુભાંગી ગાડેએ એવોર્ડ જીત્યાં છે. આ કેલિગ્રાફી સ્પર્ધામાં ભારતની જુદી જુદી ભાષાઓમાં 40 કેલિગ્રાફરોએ પોતપોતાનાં કુલ 71 આર્ટવર્ક મોકલ્યાં હતાં.

આ સ્પર્ધા માટે શાંતિ, એકતા, પ્રેમ જેવા વિવિધ વિષયો પર ચિત્રો મગાવવામાં આવ્યા હતા. ભાગ લેનાર કલાકારોને કોરિયાની પરંપરાગત શૈલીને સંરક્ષિત કરતા વિશેષ કાગળ મોકલવામાં આવ્યા હતા. એ રીતે ભારતીય સુલેખનકારોને તેમની કળાને પ્રદર્શિત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ‘ચિઓન્ગજુ જિકજી’એ વિશ્વ ગુણવત્તા હાંસલ કરી છે. યૂનેસ્કો સંસ્થા દ્વારા તેને જાગતિક વારસા સ્થળનો દરજ્જો આપ્યો છે.

Indian calligraphy honoured

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular