Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં હોટલ-રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોની હોમ ડિલીવરીની પરવાનગી અપાઈ

મહારાષ્ટ્રમાં હોટલ-રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોની હોમ ડિલીવરીની પરવાનગી અપાઈ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ, રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં રસોડા ચાલુ રાખી શકાશે, પણ ખાદ્યપદાર્થોની માત્ર હોમ ડિલીવરી જ કરી શકાશે. આ હોમ ડિલીવરી સેવાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા અંગેના સરકારી આદેશોને અનુરૂપ હોવી જોઈએ.

પવારે કહ્યું કે, રાજ્યમાં બજારો અને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં માંસાહારી ચીજોના વેચાણ અને ખાવા પર કોઈ પ્રતિબંધ મૂકાયો નથી. લોકોએ માત્ર સ્વચ્છતાના આદેશોનું પાલન કરવાનું રહેશે.

તે ઉપરાંત કેળા, દ્રાક્ષ, કેરી, કલિંગર જેવા ફળોની બજારો પણ ખુલ્લી રહેશે.

પવારે કહ્યું કે, જનતાની સુવિધા માટે રાજ્યબરમાં હોટલ-રેસ્ટોરન્ટ્સને એમના કિચન ચાલુ રાખવા અને ખાદ્યપદાર્થો લોકોને એમના ઘર સુધી અથવા રહેણાંક સોસાયટીઓ સુધી પહોંચાડવાની પરવાનગી આપવામાં આવી છે. શરત એ કે ખાદ્યપદાર્થ બનાવનાર તથા એની હોમ ડિલીવરી કરનાર વ્યક્તિઓએ સ્વચ્છતા તથા કોરોના વાઈરસને લગતી સલામતીની યોગ્ય કાળજી લેવાની રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular