Thursday, May 22, 2025
Google search engine
HomeNewsMumbaiગુરુવાર-શુક્રવારે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુરુવાર-શુક્રવારે ગાજવીજ સાથે વરસાદની આગાહી

મુંબઈઃ શહેરમાં વરસાદ બે-ત્રણ દિવસથી ગાયબ છે. એની જગ્યાએ ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નાગરિકોને જાણે ઉનાળાની ગરમી જેવી તકલીફ જણાય છે. નાગરિકોને રાહત થાય એવા સમાચાર છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આવતા 4-5 દિવસોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડી શકે છે.

મુંબઈમાં ગુરુવાર અને શુક્રવારે મેઘગર્જના સાથે વરસાદ પડવાની સંભાવના છે. મુંબઈમાં બુધવારે સવારે અને બપોરે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. સતત બીજા દિવસે ઉષ્ણતામાનનો પારો ઉંચે રહ્યો છે. તાપમાન સરેરાશ કરતાં એક ડિગ્રી વધારે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular