Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈગરાઓ માટે ખુશખબરઃ મેટ્રો રેલવેની નવી બે લાઈન ડિસેમ્બરથી શરૂ થશે

મુંબઈગરાઓ માટે ખુશખબરઃ મેટ્રો રેલવેની નવી બે લાઈન ડિસેમ્બરથી શરૂ થશે

મુંબઈઃ મેટ્રો રેલવેના નવા બે રૂટ ટૂંક સમયમાં જ શરૂ થવાના છે. આ બે લાઈન શરૂ થવાથી શહેરના પશ્ચિમના ઉપનગરોમાં રોડ ટ્રાફિક જામની સમસ્યા ઘણે અંશે ઓછી થઈ જશે. મુંબઈ મેટ્રોની ‘રેડ લાઈન’ – ‘મેટ્રો-7’ એટલે કે અંધેરી-પૂર્વથી દહિસર-પૂર્વ રૂટ અને ‘યેલો લાઈન’ – ‘મેટ્રો 2A’ એટલે કે ડીએન નગર (અંધેરી-પશ્ચિમ)થી દહિસર પૂર્વ રૂટ – આવતા ડિસેમ્બરથી જાહેર જનતા માટે શરૂ થવાના છે.

હાલ આ બંને મેટ્રો લાઈન પર ટ્રાયલ રન ચાલુ છે. ‘મેટ્રો-7’ અને ‘મેટ્રો 2A’ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. પહેલો તબક્કો આવતા ડિસેમ્બરમાં શરૂ કરાશે અને બીજો તબક્કો 2022ના જાન્યુઆરીમાં શરૂ કરવાની ધારણા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular