Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભાજપના બિહાર ચૂંટણીના પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી. હાલ તેઓ આઇસોલેશનમાં છે. ડોક્ટરની સલાહથી દવા અને ઉપચાર લઈ રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને જરૂર પડે તો ટેસ્ટ કરાવી લેવા પણ કહ્યું છે.
દેવેન્દ્ર ફડણનવીસ પહેલાં ભાજપના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી તેમ જ બે મોટા નેતા- શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી પણ કોરોના સંક્રમિત થયા હતા.

 

ભાજપના મિશન બિહારને ફટકો

બિહારમાં ટોચના નેતાઓ જ કોરોના પોઝિટિવ આવતાં ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બિહારના ચૂંટણી પ્રભારી છે.  સુશીલ મોદી બિહાર ભાજપનો મોટો ચહેરો છે. શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી જેવા નેતાઓ પણ બિહારમાં સારી એવી પકડ ધરાવે છે. આમ ખરા ટાણે જ તેઓ કોરોના સંક્રમિત થતાં ભાજપના મિશન બિહારને ઝટકો લાગ્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular