Sunday, June 29, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેપિટલ ખર્ચનો સૌથી ઊંચો આંકડો આવકાર્ય

આનંદ રાઠી (આનંદ રાઠી ગ્રુપના સ્થાપક અને ચેરમેન)

કેપિટલ એક્સપેન્ડીચરમાં ૩૩%નો વધારો, જે ૧૦ લાખ કરોડ રુપિયાનો થશે, તે અત્યાર સુધીનો સૌથી વધુ છે.  જેના દ્વારા રોડ્સ, પોર્ટ્સ અને એરપોર્ટ્સ વગેરેનું નિર્માણ થશે. જેને કારણે ભારત એક વિશ્વસનીય અને મહત્ત્વનું ઈન્વેસ્ટમેન્ટ માટેનું સ્થળ બની રહેશે. રેલ્વે માટે ૨.૪ લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ સરાહનીય છે.

આવતાં વર્ષ માટેનો અંદાજિત ગ્રોસ બોરોઇન્ગનો આંકડો રૂ. ૧૫.૪૩ ટ્રિલિયનનો છે; જે સર્વે કરેલ રૂ. ૧૫.૭૭ ટ્રિલિયનનાં અંદાજ કરતાં નીચો છે. આશા છે આને કારણે બોન્ડ માર્કેટ રાજી થશે. પરંતુ રૂ. ૧૨.૩ ટ્રિલિયનનું નેટ બોરોઇન્ગ અંદાજ કરતાં વધુ છે. જોવાનું એ રહેશે કે આમાંથી ગ્રીન બોન્ડ દ્વારા કેટલા રૂપિયા ઉઘરાવી શકાય છે. ગયા મહિને ભારતનાં પહેલા સાર્વભૌમ ગ્રીન બોન્ડનું ધાર્યા કરતાં યીલ્ડ સારું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular