વપરાશ અને રોકાણ વધારનારું બજેટ
મહેશ પાટિલ (આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ)
કેન્દ્રના બજેટમાં બે બાબતો – વિકાસ અને રાજકોષીય ખાધમાં ઘટાડા – પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજકોષીય ખાધનો અંદાજ 10.5 ટકાના વિકાસ દરના અંદાજસહ મૂકવામાં આવ્યો છે તે સિદ્ધ થઈ શકે એમ છે. સરકારના બોરોઈંગનો અંદાજ અપેક્ષાથી ઓછો છે. મૂડીખર્ચ રૂ.10 લાખ કરોડ કરવાની જોગવાઈ છે તે વિક્રમજનક ઊંચી છે. એ ઉપરાંત કેપિટલ ગેઈન ટેક્સના મોરચે કોઈ નકારાત્મક અચરજ સામેલ નથી. હકીકતમાં કરદાતાઓને રાહતો આપવામાં આવી છે એને પગલે માગ વધશે. એકંદરે બજેટ વપરાશ અને મૂડીરોકાણ વૃદ્ધિ તરફી છે.