Monday, June 30, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

મૂડીખર્ચમાં સરકારની મુખ્ય ભૂમિકા રહેશે

અભિષેક બરુઆ (એચડીએફસી બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ)

વૈશ્વિક જોખમો અને ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં મામૂલી વૃદ્ધિ જોતાં સરકારે મૂડીરોકાણમાં મોખરાની ભૂમિકા ભજવવાની છે એ બાબતનો બજેટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. મૂડીખર્ચ આગલા વર્ષની તુલનાએ 33 ટકાની વૃદ્ધિ સાથે 10 લાખ કરોડ રૂપિયા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાકીય ખાધ 2022-23ના જીડીપીના 6.4 ટકાથી ઘટાડીને 2023-24માં 5.9 ટકા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બજારમાંથી સરકાર અપેક્ષાથી ઓછા પ્રમાણમાં ધિરાણ લેશે તે બોન્ડ માર્કેટ માટે રાહતરૂપ રહેશે, અમે માનીએ છીએ કે નાણાકીય વર્ષ 2024માં 10 વર્ષના બોન્ડનું યીલ્ડ ઘટીને 7.7.1 ટકા રહેશે. બજેટમાં આવકવેરા સંબંધિત સ્લેબ્સમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી વપરાશ અને બચતમાં વધારો થશે, પરિણામે નીચી આવક ધરાવતા લોકોને લાભ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular