Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsMumbaiકેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

ન્યુએજ ઇકોનોમી, સાહસિકો, મોટા મૂડીલક્ષી ઉદ્યોગો માટે સારું બજેટ

બિરેન વકીલ (કોમોડિટી એનાલિસ્ટ)

બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકા જેવો નોંધપાત્ર વધારો અને વ્યકતિગત કરવેરામાં થોડી રાહત આપવા છતા રાજકોષીય ખાધ- ફિસ્કલ કોન્સોલિડેશનના લક્ષને હાંસલ કરવાની ખૂશીમાં શેરબજારોમાં થોડા સમય માટે હરખની હેલી આવી હતી. પણ જેમજેમ ફાઇન પ્રિન્ટમાં ધ્નાય ગયુ અને સેકન્ડ થોટસ આવ્યા પછી વધ્યા ભાવથી નોંધપાત્ર ઘટાડો આવ્યો. ટીપીકલી બાય ઓન રયુમર, સેલ ઓન ફેકટ જેવી જ પ્રતિક્રિયા જોવા મળી. નાણાંમંત્રી નિર્મલા સિતારામને ફોકસ એરીયા મેક્રો પ્લે પર જ રાખ્યો છે. આંતરમાળખુ, ક્રુષિ, એગ્રી સ્ટાર્ટ અપ સહકાર ક્ષેત્ર જેવી પરંપરાગત ઇકોનોમી પર ફોકસ અને ફિનટેક, એનર્જી ટ્રાન્સીશન, ડિજિટલ ડેટા એમ્બસી જેવી નોલેડ ઇકોનોમીને પ્રોત્સાહન વડે એકંદરે બજેટ સમતોલ રહયું અને હાલના વૈશ્વિક પડકારો અને તકોને મેનેજ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો થયા છે.  ગ્લોબલ વિઝન ડોકયુમેટ જેવુ બજેટ દેખાય આવે છે.

કરબોજને બદલે બચતો પર ધ્યાન

આમ તો આજના જમાનામાં બજેટ વન ડે ઇવેન્ટ છે. ઘણા ખરા નીતિ વિષયક નિર્ણયો ડાયનેમિક હોય છે. અને નીડબેઝડ હોય છે. કોરોના પછી સપ્લાય ચેઇન રિલોકેશન, યુક્રેન યુધ્ધ પછી બદલાયેલા ભુરાજકિય સમિકરણો, વેપારી સમિકરણો અને ખાસ તો ચાઇના સ્લોડાઉન અને સપ્લાય ચેન મેનેજમેન્ટ તેમજ અમેરિકા અને ચાઇના વચ્ચે મેમરી ચિપ્સ મામલે કોલ્ડવોરના તનાવને પગલે ઇલેકટ્રોનિકસ, ઇલે. વાહનો, મોબાઇલ, એનર્જી ટ્રાન્સીઝન, ગ્રીન ઇકોનોમીનો લાભ ભારતને મળે, સ્ટાર્ટઅપ અને સ્કિલ વર્કરને ધિરાણ, માર્કેટિંગ સપોર્ટ મળે એવા નાના મોટા અનેક પગલા આવ્યા છે. ન્યુએજ ઇકોનોમી, આંત્રપ્રિન્યોર, મોટા મૂડીલક્ષી ઉદ્યોગો માટે સારુ બજેટ છે. સરકારે રોકાણની સાયકલને બુસ્ટ આપવા બોલ્ડ પગલા લીધા છે. સંસાધનો ઉભા કરવા કરબોજો નાખવાને બદલે નાની બચત યોજનામાં પ્રોત્સાહન આપી ઘરેલુ બચતો ગતિશીલ બનાવવાનું પસંદ કર્યું છે. રાજકોષિય ખાધ ઓવરશૂટ નથી થઇ એ સારી વાત છે. આગામી બે વરસ માટે ફિસ્કલ રોડમેપમાં આ ખાધ અનુક્રમે ૫.૯ ટકા અને ૪.૫ ટકા રાખવાનો લક્ષાંક આપ્યો છે. વિદેશી બોન્ડ રોકાણકારો અને વિદેશી ઈકિવટી રોકાણકારો માટે આ સારો સંકેત છે.

 બુલિયન બજારમાં અસર

સોનાચાંદી પર આયાત જકાત ઘટશે એવી અફવાઓ વચ્ચે બજેટના આગલા દિવસે બજારો ઘટયા હતા. પણ બજેટમાં ચાંદી પર ડયુટી વધતા અને સોનામાં ડયુટી ઘટવા સામે સોનાની વસ્તુઓ પર ડયુટી વધતા બજારમાં થોડો ગૂંચવાડો હતો અને એમસીએકસ વાયદામાં વેચાણો કપાતા બજારો ઉછળ્યા હતા. હાજર બજારોમાં ઘરાકી નહીવત હતી તે કદાચ હવે સાવ જ ઘટી જાય. ડયુટીનો ફેરફાર ગેરકાયદે આયાત માટે સુપર પ્રોફિટેબલ બની જાય એમ છે. ગોલ્ડ રિફાઇનરી કે સિલ્વર રિફાઇનરી માટે બજેટ નિરાશાજનક છે.

ખાદ્યતેલોની આયાત જકાત, કોટન પરની આયાત જકાતમાં કોઇ બદલાવ નથી. સરકારનું ફોકસ મેન્યુફેકચરીંગ, સહકાર, સર્વ માટે અનાજ, એક અર્થમાં મૂડીવાદી કલેવર અને સમાજવાદી આત્મા પ્રકારનું હાઇબ્રીડ બજેટ છે. બજેટની અસર આમ પણ ક્ષણજીવી રહેશે. હવે આજે રાતે ફેડની બેઠક માર્કેટના સેન્ટિમેન્ટ પર હાવી થઇ જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular