ટેક્સમાં રાહત સિવાય ત્રણ ખૂબ મહત્વ ની વાતો બજેટમાં જોવા મળી
પ્રિયંકા આચાર્ય (વીમા તથા નાણાકીય નિષ્ણાત, સંસ્થાપક: LaxmiGyaan™)
૧. મહિલા સમ્માન બચત પત્ર: ચોખાની બરણીમાં સંતાડી પૈસા બચાવતી સન્નારી કે પછી રોકાણના નિર્ણયમાં મૂંઝાતી મહિલા માટે વિચારધારામાં પરિવર્તન લાવતી આ યોજના છે.
૨. નેશનલ ડિજિટલ લાયબ્રેરીમાં નાણાકીય સાક્ષરતા વાંચન સામગ્રીને સ્થાન મળતા મોટા ભાગની ગૂંચવણ દૂર થશે. નવી પેઢીને આર્થિક શોર્ટકટ લેતા અટકાવવા આ એક સુંદર પ્રયોગ સાબિત થશે
૩. શેરબજાર અને રોકાણની સંપૂર્ણ કેળવણી મેળવી, પરિપક્વ માનસિકતાથી આગળ વધવા સેબી (SEBI) દ્વારા NISM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યુરિટીઝ માર્કેટ્સ)ના પ્રશિક્ષણને વધુ મજબૂત અને પ્રમાણિત બનાવવામાં આવશે.
મહિલાઓ અને યુવાનો માટે આ ત્રણ પગલાં વિશેષ રૂપે લાભદાયક નીવડશે.