‘વિકાસને વેગ આપતું અંદાજપત્ર’
ધીરજ રેલ્લી (એમડી એન્ડ સીઈઓ, એચડીએફસી સિક્યુરિટીઝ)
“બજેટ મૂડીખર્ચમાં તોતિંગ વધારા દ્વારા વિકાસ અને વૃદ્ધિને વેગ આપે એવું છે. મેન્યુફેક્ચરિંગને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સ્ટાર્ટઅપ્સ, અત્યાધુનિક ગતિશીલતા અને સ્વચ્છ ઊર્જા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે નાણાપ્રધાને લાંબા ગાળાના વિકાસને અગ્રક્રમ આપ્યો છે. વેરામાં સીધો ઘટાડો ન કરાયો એથી વ્યક્તિગત રોકાણકારોને થોડી નિરાશા થશે, પરંતુ બજેટ બહુવર્ષીય વિકાસ માટેની ભૂમિકા રચે છે. અપેક્ષા કરતાં અધિક નાણાકીય ખાધનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે ત્યારે આપણે આશા રાખીએ કે વ્યાજદરો અને ફુગાવો બહુ લાંબા સમય માટે ઊંચી સપાટીએ સ્થિર નહિ રહે.’’