Friday, September 12, 2025
Google search engine
HomeNewsMumbaiકાંદિવલી હિતવર્ધક મંડળમાં દરદીઓ માટે અતિ-આવશ્યક સેવા

કાંદિવલી હિતવર્ધક મંડળમાં દરદીઓ માટે અતિ-આવશ્યક સેવા

મુંબઈઃ અત્રે કાંદિવલી હિતવર્ધક મંડળ અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના ઉપક્રમે કાંદિવલી હિતવર્ધક મંડળ હૉસ્પિટલમાં શનિવારે બીજી જુલાઈએ કૅન્સરના દરદીઓ માટેની પેઇન, પેલિયેટિવ ઍન્ડ હોમ કેર સર્વિસીસનો પ્રારંભ થવાનો છે.

સવારે 10.45 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં આ સર્વિસીસનું ઉદઘાટન મુંબઈ મહાનગરપાલિકાના ઝોન 7ના ડેપ્યુટી કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસેનાં હસ્તે થશે.

કાંદિવલી હિતવર્ધક મંડળના પ્રમુખ સતીષ દત્તાણી અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. ઉમેશ ખન્ના આ પ્રસંગે વિશેષ હાજરી આપશે. હિતવર્ધક મંડળ હૉસ્પિટલના બીજા માળે આ સર્વિસીસની શરૂઆત થઈ રહી છે.

કૅન્સરના અતિશય ગંભીર સ્થિતિમાં પહોંચી ગયેલા દરદીઓને થતી પીડાના નિવારણ માટે તથા દરદીઓની પોતાના ઘરે થનારી સારસંભાળ (હોમ કેર સવિઁસ) અર્થે આ વિભાગ ખોલવામાં આવી રહ્યો છે. પશ્ચિમનાં પરાંમાં દરદીઓ માટે આવી સેવાની ઘણી જરૂર છે, આ વિસ્તારોમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી. કાંદિવલી હિતવધઁક મંડળની આ નવી પહેલ છે, એમ સંસ્થાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular