Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiગેરકાયદેસર ભોજનાલયો વિશે નીતિ ઘડોઃ મુંબઈ હાઈકોર્ટ

ગેરકાયદેસર ભોજનાલયો વિશે નીતિ ઘડોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ વડી અદાલતે મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્રને કહ્યું છે કે શહેરમાં ચાલી રહેલી પરવાના વગરની કે ગેરકાયદેસર ભોજનાલયો પર અંકુશ માટે એણે કોઈ નીતિ ઘડી છે કે નહીં એ વિશે તે વિગત આપે. અને જો નીતિ ઘડી હોય તો એનો કડક રીતે અમલ કરો.

મુંબઈ હાઈકોર્ટનો આ આદેશ ઈન્ડિયન હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશને નોંધાવેલી એક પીટિશનને પગલે આવ્યો છે. એસોસિએશને કોર્ટનું ધ્યાન દોર્યું છે કે મુંબઈમાં લોકોને ફૂડ ડિલિવરી સેવા પૂરી પાડતી કંપનીઓ ગેરકાયદેસર ભોજનાલયોમાંથી ખાદ્યપદાર્થો લે છે. આવી ઘણી ભોજનાલયો કોરોનાવાઈરસ રોગચાળા વખતે ફૂટી નીકળી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular