Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiફાઈવ-સ્ટાર હોટેલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફાઈવ-સ્ટાર હોટેલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈઃ અત્રેના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી હોટેલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાર મળતાં શહેરનું પોલીસતંત્ર હચમચી ગયું છે. આ ધમકી પાછળનો ઈરાદો મોટી રકમ પડાવવાનો છે. મુંબઈમાં સલામતી પર ખતરો ઊભો કરતી છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજી ધમકી મળી છે. તેથી પોલીસ એને જરાય હળવાશથી લેવા માગતી નથી.

ગઈ કાલે, હોટેલ લલિતને એક નનામો ફોન કોલ આવ્યો હતો. હોટેલના સત્તાવાળાઓએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. ફોન કોલરે ચેતવણી આપી હતી કે એ લોકોએ હોટેલની અંદર ચાર બોમ્બ મૂક્યા છે અને એને નિષ્ક્રિય કરવા માટે રૂ. પાંચ કરોડની રકમની માગણી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. એમણે આખી હોટેલમાં વિસ્ફોટક માટે શોધખોળ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નહોતું. 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular