Wednesday, October 8, 2025
Google search engine
HomeNewsMumbaiBMCએ ઓફિસો, સોસાયટીઓમાં રસીકરણ માટે નિયમો જાહેર કર્યા

BMCએ ઓફિસો, સોસાયટીઓમાં રસીકરણ માટે નિયમો જાહેર કર્યા

મુંબઈઃ શહેરમાં કોરોના રોગાચાળા સામે રસીકરણ કૌભાંડ સામે આવ્યા પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન  (BMC)એ રોગચાળા સામે વધારાના દિશા-નિર્દેશ જારી કર્યા છે અને હાઉસિંગ સોસાયટીઓ અને ઓફિસો પર રસીકરણ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા પછી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં રસી આપવામાં આવશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

નાગરિક સંસ્થાએ કેન્દ્ર સરકારના કોવિન પોર્ટલ પર નોંધણી થયેલા ખાનગી રસીકરણ કેન્દ્રોની યાદી અને વોર્ડ સ્તરની વિગતવાર માહિતી જાહેર કરી હતી. સરકારની માર્ગદર્શિકા અનુસાર ઓફિસોમાં અને હાઉસિંગ સોસાયટીઓમાં રસીકરણ માત્ર ખાનગી નોંધણી થયેલા કેન્દ્રો મારફતે જ કરવામાં આવશે, જેથી ઓફિસો અને હાઉસિંગ સોસાયટીઓએ જેતે કેન્દ્રોથી રસીકરણની વ્યવસ્થા કરવાની રહેશે અને એ કેન્દ્ર સ્થાનિક લોકોએ નોડલ અધિકારીએ સંપર્ક કરીને કોવિન પર નોંધણી કરાવવાની રહેશે.

વળી, ઓફિસ અને હાઉસિંગ સોસાયટીના મેનેજમેન્ટે એક વ્યક્તિને નોડલ અધિકારીના રૂપમાં નિમણૂક કરવાની રહેશે, જે ખાનગી રસીકરણ કેન્દ્રોની સાથે સમન્વય કરી શકે અને રસીકરણની કામગીરીને વેગ આપી શકાય. એ દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું હતું કે નોડલ અધિકારી રસીકરણનાં બધાં પાસાં જેમ કે લાભાર્થીનું નોંધણી, ફિઝિકલ અને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાની ઉપલબ્ધ અને રસીકરણ વગેરેની દેખરેખ કરશે.

BMCએ ગયા મહિને ઓફિસો અને હાઉસિંગ સોસાયટીઓમાં રસીકરણ માટે દિશા-નિર્દેશો જારી કર્યા હતા, જેથી ખાનગી કોરોના રસીકરણ કેન્દ્રો સાથે MoU કર્યા હતા, પણ વિગતવાર ભૂમિકા અને જવાબદારીઓ ગાયબ હતી.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular