Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ્રતીક ગાંધીને એવૉર્ડ

મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ્રતીક ગાંધીને એવૉર્ડ

મુંબઈઃ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત ‘ગુજરાતી સમાજ ભવન’ ખાતે રવિવાર 27 ફેબ્રુઆરીની સમી સાંજે યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રેષ્ઠ અદાકાર પ્રતીક ગાંધીને ‘બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ’ના એમડી, સીઈઓ આશિષકુમાર ચૌહાણના હસ્તે ‘ગિરનાર એવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

સમ્માન બાદ પોતાનો પ્રતિભાવ આપતાં પ્રતીકે કહ્યું કે “બીજા બધા એવૉર્ડ કરતાં આ એવૉર્ડનું મહત્વ મારે માટે અદકેરું એટલા માટે છે કેમ કે એ આપણા સમાજ તરફથી, ગુજરાતી સમાજ તરફથી મળી રહ્યો છે. એટલે જાણે ઘરમાંથી, પરિવારમાંથી સમ્માન થયાની લાગણી થાય છે અને પરિવાર આપણાં કામની નોંધ લઈને બિરદાવે એનો આનંદ અનેરો હોય.”

મુંબઈના હાર્દ સમા અંધેરી વિસ્તાર સ્થિત ગુજરાતી સમાજ ભવનના વાતાનુકૂલિત સભાગૃહમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં અતિથિવિશેષ આશિષકુમાર ચૌહાણ ઉપરાંત ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજ શાહ, ઉપપ્રમુખ નાગજીભાઈ રીટા, સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપ જોશી, ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન બાબુભાઈ મેઘજીભાઈ શાહ, વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીરોઃ દીપક ધુરિ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular