Wednesday, December 3, 2025
Google search engine
HomeNewsMumbaiચુનાભટ્ટી ઉપનગરમાં સિમેન્ટ ટ્રકે વાહનોને હડફેટે લેતાં ચારને ગંભીર ઈજા

ચુનાભટ્ટી ઉપનગરમાં સિમેન્ટ ટ્રકે વાહનોને હડફેટે લેતાં ચારને ગંભીર ઈજા

મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા ચુનાભટ્ટી ઉપનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે થયેલા એક મોટા અકસ્માતમાં બેફામ સ્પીડમાં જતી એક સિમેન્ટ (RCC) મિક્સર ટ્રકે કેટલાક વાહનો અને મોટરબાઈક્સને ટક્કર મારતાં છ જણને ઈજા થઈ છે, એમાંના ચાર જણની હાલત ગંભીર છે.

બેફામ સ્પીડે ચેમ્બૂર ઉપનગર તરફ જતી સિમેન્ટ કન્ટેનર ટ્રકે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી હતી. તે પછી ડિવાઈડર સાથે અથડાયા બાદ ટ્રક ઊંધી વળી ગઈ હતી. તેના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સાયન ઉપનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકનો આરોપી ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી ગયો હતો. પોલીસ એને શોધી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular