Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiતમામ કોરોના દર્દીઓનાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાશે, દફન કરવા નહીં દેવાયઃ BMC

તમામ કોરોના દર્દીઓનાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાશે, દફન કરવા નહીં દેવાયઃ BMC

મુંબઈઃ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસીએ આજે આદેશ બહાર પાડ્યો છે કે શહેરમાં કોરોના વાઈરસને કારણે જે દર્દીઓ મૃત્યુ પામે એ તમામના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવશે, પછી ભલે એ કોઈ પણ ધર્મના હોય. એક પણ મૃતદેહની દફનવિધિ કરવા દેવામાં નહીં આવે.

પરદેસીએ વધુમાં જણાવ્યું છે કે અગ્નિસંસ્કાર વિધિ વખતે માત્ર પાંચ જ જણને રહેવા દેવામાં આવશે, તેનાથી વધારે નહીં.

મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસી

કમિશનરે એમ પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃતદેહની દફનવિધિ કરવાનો આગ્રહ કરશે તો એને માત્ર તો જ પરવાનગી આપવામાં આવશે જો એ મૃતદેહને મુંબઈની હદની બહાર લઈ જશે.

મુંબઈમાં અત્યાર સુધીમાં પાંચ કોરોના દર્દીઓનાં મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મરણાંક વધીને 10 થયો છે. સમગ્ર દેશમાં મૃત્યુઆંક 36 થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular