Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsMumbaiઅરમાન કોહલીને 14-દિવસ સુધી અદાલતી-કસ્ટડીમાં મોકલી દેવાયો

અરમાન કોહલીને 14-દિવસ સુધી અદાલતી-કસ્ટડીમાં મોકલી દેવાયો

મુંબઈઃ ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યા બાદ ધરપકડ કરાયેલા બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની કસ્ટડી ફરી લંબાવવામાં આવી છે. આ વખતે સ્થાનિક કોર્ટે એને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો એજન્સીને મંજૂરી આપી છે.

અરમાન ગયા અઠવાડિયે પકડાયો હતો. ડ્રગ્સ-વિરોધી કેન્દ્રીય એજન્સી NCBને બાતમી મળ્યા બાદ તેના અધિકારીઓએ ગઈ 27 ઓગસ્ટે અંધેરી ઉપનગર સ્થિત અરમાનના ઘર પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી એમને કોકેન કેફી દ્રવ્ય મળી આવ્યું હતું. કેફી દ્રવ્યો વિરોધી કાયદા (NDPS)ની અનેક કલમો હેઠળ અરમાનની ધરપકડ કરવામાં આવી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular