Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં 31 પત્રકારોનો કોરોના પર વિજય, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

મુંબઈમાં 31 પત્રકારોનો કોરોના પર વિજય, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. જો કે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી રહી હોવાથી રાહત પણ છે.

મુંબઈમાં 31 પત્રકારોએ કોરોના વાઈરસને માત આપી છે. એમના તબીબી પરીક્ષણનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને એમને હોસ્પિટલમાંથી ઘેર જવાની પરવાનગી આપી છે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી આ માહિતી આપવામાં આવી છે.

આ તમામ પત્રકારોને 14 દિવસ સુધી હોમ-ક્વોરન્ટાઈનમાં રહેવાની ડોક્ટરોએ સલાહ આપી છે.

કાંદિવલી (વેસ્ટ)નો લાલજી પાડા મોહલ્લો રેડ ઝોન ઘોષિત

દરમિયાન, શહેરના કાંદિવલી ઉપનગરના પશ્ચિમ ભાગમાં આવેલા લાલજી પાડા ઝૂંપડપટ્ટી વિસ્તારને કોરોના વાઈરસ માટે રેડ ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે. મધ્ય મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર બાદ આ લાલજી પાડા ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસો મળી આવ્યા છે. હવે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસો તેની પર કડક નજર રાખી રહ્યા છે. સમગ્ર મોહલ્લા પર ડ્રોન કેમેરા વડે આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો ભંગ કરનાર લોકો સામે પોલીસ કડક પગલાં ભરી રહી છે. લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે તમારો વિસ્તાર કોરોના રેડ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યો છે એટલે કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર ન નીકળે. આ મોહલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 19 પોઝિટીવ કેસો નોંધાયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular