Saturday, June 28, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ એરપોર્ટ પર 2D બારકોડ રીડર્સ ઈન્સ્ટોલ કરાયા

મુંબઈ એરપોર્ટ પર 2D બારકોડ રીડર્સ ઈન્સ્ટોલ કરાયા

મુંબઈઃ પ્રવાસીઓને સુવિધાઓનો સુખદ અનુભવ કરાવવો તે અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. પ્રવાસીઓની જરૂરિયાતો સમજવા અને એમને મુશ્કેલી-વિહોણી યાત્રાનો અનુભવ થાય એ માટે એરપોર્ટના 1 અને 2 ટર્મિનલના પ્રવેશદ્વાર ખાતે જ 2D બારકોડ રીડર્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

બંને ટર્મિનલના એન્ટ્રી ગેટ પર CISFના અધિકારીઓ ફરજ બજાવતા હોય છે. તેઓ હવે ફ્લાઈટ ટિકિટોની શારીરિક રીતે ચકાસણી કરવાને બદલે ટિકિટ કે બોર્ડિંગ પાસના બારકોડને સ્કેન કરશે. આને કારણે ટર્મિનલમાં પ્રવાસીઓની એન્ટ્રીની કામગીરી ઝડપી બનશે અને પ્રવાસીઓને સંતોષમાં સુધારો થશે. ઉલ્લેખનીય છે કે મુંબઈના એરપોર્ટ પર વર્ષેદહાડે અંદાજે 4 કરોડ 80 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. તેમજ દરરોજ 900થી વધારે ફ્લાઈટ્સની આવ-જા થાય છે. એક અંદાજ મુજબ દરરોજ આશરે દોઢ લાખ જેટલા પ્રવાસીઓની આવ-જા રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular